ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઇન્દોર અમદાવાદ હાઈવે પર પેસેન્જર ભરેલી ક્રુઝર ઉભેલી ટ્રકમાં અથડાઈ: ગાડી ચાલકનું મોત, ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના લીમખેડા ઢઢેલા ગામે એક પેસેન્જર ભરેલ ક્રુઝર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે હંકારી લાવતાં રસ્તાની સાઈઢમાં ઉભેલ એકને પાછળથી ધડાકાભે અથડાવતાં ક્રુઝર ગાડીમાં સવાર એક દંપતિ પૈકી તેમના બે પુત્રો મળી ચાર જણાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે ગાડીના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૯મી જુલાઈના રોજ ધર્મેન્દ્રકુમાર ગીરધરલાલ વાળંદ (રહે. ગાંગરડી, ટુંકીવજુ રોડ, સરકારી મંડળીની સામે, તા. ગરબાડા, જિ.દાહોદ) નાએ પોતાના કબજાની ક્રુઝર ફોર વ્હીલર ગાડીમાં પેસેન્જરો ભરી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તાની સાઈડમાં ડીવાઈડરને અડીને ઉભેલ ટ્રકને ખાલી સાઈડે પાછળના ભાગે જાેશભેર અથડાવતાં ક્રુઝર ગાડીમાં સવાર ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટુંકીવજુ ગામે સરકારી મંડળીની સામે રહેતાં દિપ રજનીકાંત શાહ, ચાંદનીબેન દિપ શાહ, હેલીબેન દિપ શાહ (ઉ.વ. ૬) તથા આવ્યાન દિપ શાહ (ઉ.વ. ૦૧) ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જ્યારે ગાડીના ચાલક ધર્મેન્દ્રકુમારને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.