રાહુલ ગારી, ગરબાડા
ટુંકીવજુ ગામ ના રસ્તા ની અધુરી કામગીરી થી રાહદારીઓ ને હાલાકી.

એન્જિનિયર દ્વારા માટી ગ્રેવલ પાથરી કામ બંધ કરી દેવામાં આવ્યું.

ગરબાડા તાલુકાના ગાંગરડી થી ટૂંકીવજુ જવાના રોડ બીસમાર હાલતમાં હતો ત્યારે સરકારશ્રી દ્વારા આ રોડ રીકારપેટિંગ માટે મંજૂર કરવામાં આવ્યો હતો. માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા ટેન્ડર કરી ઇજારેદારને આ કામ સોંપવામાં આવ્યું એન્જિનિયર દ્વારા રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું અને મોટી ગ્રેવલ પાથરવામાં આવી ત્યારે લોકોને એમ લાગતું હતું કે ટૂંક સમયમાં જ આ રોડ નવીન બની જશે પરંતુ એજન્સી દ્વારા માટી ગ્રેવલ પાથરી પછી કામ બંધ કરી દેવામાં આવ્યું તેના પર રોલર પણ ફેરવવામાં નથી કે ડસ્ટ નાખી વોટરિંગ પણ કરવામાં આવ્યું નથી અને કામ બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ માટે પરેશાની ઊભી થઈ રહી છે વાહન ચાલકોને આ મોટી ગ્રેવલ માં ચોમાસાના સમયે વાહન સ્લીપ ખાઈને પડી જવાના ભય સતાવી રહ્યો છે. ત્યારે આ ટુંકીવજુ ગામ નો રસ્તો કામગીરી ચાલુ કરી ને ક્યાં કારણો સર બંધ કરવામાં આવી તે સમજાતું નથી.
