ઝાલોદ નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહીત 1.87 લાખના મુદ્દામાલ પર હાથફેરો.
દાહોદ તા. ૧૩
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી મકાનમાંથી સોના ચાંદી ચાંદીના તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૧,૮૭,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા.૧૧મી જુલાઈના રોજ ઝાલોદ નગરમાં આવેલ સીયોન નગર સોસાયટીમાં રહેતાં સ.ત.શ્રી શિલ્વાસન ઓનીસીમસભાઈ ચરપોટના બંધ મકાનને અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ તીજાેરી અને કબાટો તોડી અંદર મુકી રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૧,૮૭,૦૦૦ની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે સ.ત.શ્રી શિલ્વાસન ઓનીસીમસભાઈ ચરપોટે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————
