ફતેપુરા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યો

Editor Dahod Live
2 Min Read

ફતેપુરા ,શબ્બીરભાઈ સુનેલવાલા

 

ફતેપુરા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યો

દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રીમંડળ શ્રી ના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર ની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

 

નાયબ મામલતદાર શ્રી ચિરાગભાઈ અમલીયાર અને નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગરાસીયા આવેદનપત્ર સ્વીકારી ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની ખાતરી આપેલ

 

 

ફતેપુરા તાલુકાના તલાટી કમ મંત્રીમંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાટી કમ મંત્રી શ્રીઓ ને હેરાન પરેશાન કરતા હોય તેઓની બદલી કરવા માટેનું આવેદનપત્ર દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખશ્રી અતુલભાઈ ડોડીયાર ની આગેવાનીમાં ફતેપુરા તાલુકાના મંત્રી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતો જેમાં તલાટી કમ મંત્રીમંડળના મહામંત્રી વિજયભાઈ પારગી ઉપરાંત હોદ્દેદારો હાજર રહ્યા હતા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દાંતીવાડા તાલુકાના તાલુકા વિકાસઅધિકારી શ્રી અંકિતાબેન ઓઝા દ્વારા પૂર્વગ્રહ રાખીને તલાટી કમ મંત્રી શ્રી ને હેરાન પરેશાન કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા એન કેન પ્રકારની આર્થિક અપેક્ષા રાખતા હોવા અંગે અને તે અપેક્ષાઓ પૂરી ના થવાથી તેમના રોશના ભોગ તાલુકાના તલાટી કમ મંત્રીઓ બનતા હોય આવા વિવાદ સ્પદ તાલુકા વિકાસ અધિકારીને આગામી ચૂંટણી ધ્યાનમાં લઇ પ્રજામાં ભ્રષ્ટાચાર મુક્ત લોકોની સરકારની પ્રતીતિ કરવા માટે તાત્કાલિક અસરથી બદલી કરવા માંગણી કરેલ છે ની પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મિર્ઝા સાહેબ ને ઉદ્દેશીને આવેદનપત્ર નાયબ મામલતદાર શ્રી ચિરાગભાઈ આમલીયાર અને નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગરાસીયા ને આપવામાં આવેલ છે

Share This Article