દાહોદ શહેરના મોટા ઘાંચીવાડામા અગાઉની ઝઘડાની અદાવતે બે વ્યક્તિઓએ એક ઈસમ પર ચાકુ હુલાવ્યું…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ શહેરના મોટા ઘાંચીવાડામા અગાઉની ઝઘડાની અદાવતે બે વ્યક્તિઓએ એક ઈસમ પર ચાકુ હુલાવ્યું…

 

દાહોદ તા.૦૬

 

 દાહોદ શહેરના મોટાઘાંચીવાડા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બે જેટલા ઈસમોએ એકને ચપ્પુ વડે હુમલો કરી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

 

 ગત તા.૦૪ મેના રોજ દાહોદ શહેરના કસ્બા મોટા ઘાંચીવાડ વિસ્તાર ખાતે રહેતાં આદીલ સુફીયાનભાઈ સાજી મોટાઘાંચીવાડ વિસ્તાર ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં ઈકરામ ગફારભાઈ સામદ અને સલમાન ઉર્ફે ખીમા સોયબભાઈ કૈયા (બંન્ને રહે.દાહોદ ફાતેમા મસ્જીદ પાસે, મોટા ઘાંચીવાડ, દાહોદ) નાઓએ આદીલભાઈને રસ્તામાં રોકી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તાતા કાકા ઈમરાનને હમણા મારેલ છે અને તું અહીંથી કેમ નીકળ્યો, તેમ કહી આદીલને ચપ્પુ મારી હાથના ભાગે ઈજાઓ પહોંચી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત આદિલ સુફીયાનબાઈ સામદ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article