Thursday, 25/04/2024
Dark Mode

દેવગઢ બારીયા તાલુકામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત..

June 6, 2022
        1246
દેવગઢ બારીયા તાલુકામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત..

સુમિત વણઝારા

 

દેવગઢ બારીયા તાલુકામાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત..

 

દાહોદ તા.૦૬

 

 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે બે જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતના સર્જાયેલ બે બનાવોમાં બે યુવકોના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

 

 માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૦૪ જુનના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ અજયભાઈ ઉર્ફે દિપક કનુભાઈ ડામોર (રહે. બીયામાળી, ભેદી ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) ની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં અર્જુનભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે અર્જુનભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતાં આ સંબંધે બીયામાળી ગામે ભેદી ફળિયામાં રહેતાં દિનેશભાઈ મગનભાઈ ડામોરે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ગુણા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૪ જુનના રોજ આ ગામમાં ભારતમાલા દિલ્હી – મુંબઈ નેશનલ હાઈવે રોડની કામગીરી ચાલતી હોઈ તેમાં ડમ્પીંગ માટે માટી ખાલી કરાવતાં ભારતરામ રામલાલ નાયક (રહે. ગોવર્ધનપુરા, સાનદા, તા. ભાનપુર, જિ.મંદસૌર, મધ્યપ્રદેશ) ના ભત્રીજાને પુરઝડપે આવી રહેલ એક ડમ્પરના ચાલકે અડફેટમાં લેતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતાં આ સંબંધે ભારતરામ રામલાલ નાયક દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!