જેસાવાડા પોલીસે રાયોટીંગ તથા લૂંટ ધાડના ગુનામાં સંડોવાયેલ છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો
તારીખ : ૦૫
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ તથા જેસાવાડા સર્વેલન્સ સ્કવોર્ડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડ વોરંટ તથા નાસતા ફરતા આરોપીને પકડવાની કામગીરી મા હતા તે દરમિયાન બાતમીના આધારે જેસાવાડા પોલીસ મથકના રાયોટીંગ તથા લૂંટ ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી દિનેશભાઈ વેચાતભાઇ ઉર્ફે વેસ્તાભાઈ ખરાડ રહે. બીલીયા તા. ધાનપુર જિ. દાહોદ નાનો તેના ઘરે હોવાની બાતમીને મળતા જેસાવાડા પોલીસ બીલીયા ગમે છે કોમ્બિંગ આયોજન કરી સરદાર આરોપીના ઘરને કોર્ડન કરી દિનેશભાઈ વેસ્તાભાઈ ખરાબ ને તેના ઘરેથી પકડી પાડી અને જેસાવાડા પોલીસ મથકે આવી ઇ – ગુજકોપ ના માધ્યમથી આરોપીને ગુનાહિત ચેક કરતા આરોપી સદર આરોપી સવાલ હોય આમ જેસાવાડા પોલીસ ને રાયોટીંગ તથા લૂંટ ધાડના મળી કુલ બે ગુનામાં સંડોવાયેલા છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
