ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા મીટીંગ યોજાઇ

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા મીટીંગ યોજાઇ

ગરબાડા તા.11

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં ગરબાડા તાલુકા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ સહીત રાજુભાઈ ચોટિયા કનૈયાલાલ કિશોરી, ચંદુભાઈ ગણાવા અને માહામંત્રી સહિતતાલુકાના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

 

અને આ મિટિંગમાં ધર્માંતરિત ( ખ્રિસ્તી મુસલમાન) થયેલા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ ની યાદી માંથી કાઢો અને અનામત શા માટે જનજાતિ કોણ છે કોણ આદિવાસી નથી અનામત નો ખોટો અને બેવડો લાભ પણ લે છે અને આ અન્ય સામે કોણે અવાજ ઉઠાવ્યો અને કોણે તેનું સમર્થન કર્યું કાયદામાં સુધારો શા માટે જરૂરી તેમજ શા માટે ના થયો સુધારો અને કોર્ટ શું કહે છે અને જનજાતિ સુરક્ષા મંચની શું છે અપેક્ષા આવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માં આવી હતી.

Share This Article