Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ભરસડા ગામે બે બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત

May 11, 2022
        783
ગરબાડા તાલુકાના ભરસડા ગામે બે બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું મોત

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ભરસડા ગામ ખાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ભરસડા ગામ ખાતે એક મોટર સાયકલને બીજી મોટરસાયકલ દ્વારા પાછળના ભાગેથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં મોટરસાયકલ ઉપર બેઠેલ એક મહિલાને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

ગરબાડા તા.11

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામના મનોજ કુમાર અને તેમની ભાભી કાળીબેન ગોપાલભાઈ રાઠોડ સામાજિક પ્રસંગ માટે દાદૂર ગામ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ભરસડા ગામ ખાતે એક બાઈક ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા મનોજ કુમાર અને તેની ભાભી કાળીબેન રોડ પર પછડાયા હતા જેમાં કાળીબેન ને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

ક્યા અકસ્માતની જાણ થતાં રસ્તા પર આવતા જતા રાહદારીઓ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી અને સારવાર માટે તેને સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી

અને પરિવારના લોકો દ્વારા ગરબાડા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!