ભારતીય મતદાન મહાસભાની દિલ્હી ખાતે યોજાયેલી કાર્યકારિણીમાં દાહોદના બે પત્રકારોની રાજ્યસ્તરે નિમણૂક કરાઈ..

Editor Dahod Live
1 Min Read

સુમિત વણઝારા

ભારતીય મતદાન મહાસભાની દિલ્હી ખાતે યોજાયેલી કાર્યકારિણીમાં દાહોદના બે પત્રકારોની રાજ્યસ્તરે નિમણૂક કરાઈ..

દાહોદ તા.28

 

ભારતીય મતદાન મહાસભાની દિલ્હી ખાતે યોજાયેલી કાર્યકારિણીમાં દાહોદના બે પત્રકારોને મહત્વના હોદ્દા મળતા દાહોદ જિલ્લામાં પત્રકારો માટે ગૌરવની અનુભૂતિ કરાવે છે.

 

દિલ્હી ખાતે ભારતીય મતદાન મહાસભાની કાર્યકારણી યોજાઇ હતી જેમાં ભારતીય મતદાતા મહાસંઘ રાષ્ટ્રપ્રમુખ શ્રીરામ આશરે સાથે ચર્ચા-વિચારણા બાદ ગુજરાત પ્રદેશ ભારતીય મતદાતા મહાસંઘના પ્રમુખ આશિષ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય મતદાતા મહાસંઘના મહામંત્રી સુભાષ એલાણી દ્વારા દાહોદના સામાજિક કાર્યકર તથા પત્રકાર શ્રી સાબીરભાઈ શેખ ની ગુજરાત પ્રદેશ ભારતીય મતદાન મહાસંઘના મંત્રી તરીકે તથા ભરતભાઈ ગોરાણી દાહોદ જિલ્લા ભારતીય મતદાતા મહાસંઘ મા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Share This Article