સંજેલી તાલુકાના સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલસન હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પની ઊજવણી કરાઈ..

Editor Dahod Live
1 Min Read

 કપિલ સાધુ :- સંજેલી

સંજેલી તાલુકાના સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડોલસન હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પની ઊજવણી કરાઈ..

સંજેલી તા.11

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરીના સબ સેન્ટર સંજેલી 1&2 ખાતે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.હિતેશ ચારેલ ના માર્ગદર્શન હેઠળ એડોલસન હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં PHC મેડિકલ ઓફિસર ડો.તૃપ્તિ શાહ, RBSK મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ બામણિયા & ડૉ.પારુલ પરમાર, CHO, MPHW+FHW, આશા બહેન તેમજ કિશોર-કિશોરીઓ હાજર રહ્યા.હતા.કિશોરાવસ્થામાં થતા શારિરીક, માનસિક વિકાસ અને ફેરફારો વિશે માહિતી આપીને, વ્યસન અટકાવ, એનીમિયા અને માસિક ધર્મ વિશે માર્ગદર્શન આપી માસિક દરમ્યાન થતી તકલીફો અને ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી.

Share This Article