ગરબાડા તાલુકાના દેવધા ગામે પરણિતાને સાસરિયાઓ દ્વારા પહેરેલા કપડે કાઢી મૂકતા પરણિતાએ પોલીસના દ્વાર ખટખટાવ્યા..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના દેવધા ગામે એક પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં આ સંબંધે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગરબાડા તાલુકાના દેવધા ગામે રહેતી કરિશ્માબેન ગોવિંદભાઈ દેહદાને તેના પતિ ગોવિંદભાઈ તથા સાસુ સીનાબેન ધનકાભાઈ દેહદા દ્વારા અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપી કહેતાં હતાં કે, તને અમારા ઘરે રહેવા દેવાની નથી, અમારે બીજી પત્નિ લાવવાની છે, તેમ કહી મારઝડુ કરી ત્રાસ આપતાં આવા ત્રાસથી વાજ આવેલ પરણિતા કરિશ્માબેન પોતાના પીયર દાહોદ તાલુકાના ખંગેલા ગામે વાંદરીયા ફળિયામાં આવી પહોંચી હતી અને આ સંબંધે પરણિતા કરિશ્માબેનના પિયરમાંથી ગોરચંદભાઈ ભીમાભાઈ મેડાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————-

Share This Article