સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગનું કાર્યક્રમ યોજાયો..

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન આર્ટસ કોલેજ ના સભાગૃહમાં કરવામાં આવ્યું

સીંગવડ તા.08

ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ નો કાર્યક્રમ યોજાઇ તેમાં સિંગવડ તાલુકા ના આર્ટસ કોલેજના સભાખંડમાં 7 અને 8 તારીખ બે દિવસ ચાલ્યો હતો તેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર વિધાનસભા દંડક રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા જ્યારે 7તારીખના રોજ વિધાનસભા દંડક રમેશભાઈ કટારા લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાભોર દાહોદ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલ વક્તા તરીકે તથા પ્રશાંત પટેલ મનોજ કિકલાવાલા દાહોદ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદાર પટેલ તથા ભારતીય જનતા પાર્ટી સિંગવડ તાલુકા પ્રમુખ મહેન્દ્ર પટેલ મહામંત્રી ભરતભાઇ ભાભોર મહેશભાઈ પટેલ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે 8 તારીખના રોજ દાહોદના પૂર્વ ભાજપ પ્રમુખ સુધીર લાલપુરવાલા ધર્મેન્દ્ર પંચાલ જ્યારે સિંગવડ તાલુકા પ્રભારી રાજ મેડમ તથા પાર્વતી બેન ડાંગી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ તથા તેમની ટીમ દ્વારા ગોઠવવામાં આવી હતી દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકા મંડળ દ્વારા પ્રદર્શની ગોઠવવામાં આવી હતી જ્યારે આ સત્રમાં અપેક્ષિત સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહીને વિશેષ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તાલુકા કારોબારી મોરચાના મહામંત્રી મોરચા પ્રમુખો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો તથા સંયોજક અને પ્રભારી પણ હાજર રહ્યા હતા જ્યારે શક્તિ કેન્દ્રના સંયોજક સિનિયર કાર્યકર્તા તથા સિંગવડ તાલુકા ના મુખ્ય કાર્યકરો હાજર રહીને આ કાર્યક્રમને શાંતિથી સાંભળી તથા આવેલા વક્તાઓ દ્વારા પ્રશિક્ષણ માં આપેલી માહિતી લેવામાં આવી હતી જ્યારે બે દિવસ ચાલેલી પ્રશિક્ષણ શિબિરમાં સૌ કાર્યકર્તાઓ દ્વારા શાંતિથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તથા સરકારી ની ગાઈડલાઈન મુજબ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

Share This Article