દાહોદમાં ચા પીવા ટ્રેનમાંથી ઉતરી બહાર આવેલો નાગપુરનો યુવક લૂંટાયો:બે ઈસમોએ માર મારી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર…

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ચા પીવા ટ્રેનમાંથી ઉતરી બહાર આવેલો નાગપુરનો યુવક લૂંટાયો:બે ઈસમોએ માર મારી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી ફરાર

દાહોદ તા.૨૨

દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી ટ્રેનમાં ઉતરી બહાર ચાહ્‌ પીવા ઉતરેલ એક પેસેન્જરને કેટલાંક અજાણ્યા ઈસમો દ્વારા લુંટ ચલાવ્યાં બાદ તેને માર મારી દુર સુધી ફેંકી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો યુવકની મદદે દોડી આવી તેને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ગતરોજ વહેલી સવારના સમયે નાગપુર ખાતે રહેતો આસીફ નામક યુવક રાજકોટ થી નાગપુર જતી ટ્રેનમાં યુવક સફર કરી રહ્યો હતો અને ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવતાં યુવક ટ્રેનમાંથી નીચે ઉતરી બહાર ચાહ પીવા નીકળ્યો હતો ત્યારે બે અજાણ્યા ચોર ઈસમો દ્વારા યુવકને ચપ્પુ બતાવી તેને માર મારી નાણઆંની લુંટ ચલાવી હતી. યુવકને માર માર્યાં બાદ તેને નજીકના વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત યુવકને જાેઈ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યાં હતાં અને યુવકને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

————–

Share This Article