ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા સીરા (પાળિયા) રોપવાની પરંપરા ની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા સીરા (પાળિયા) રોપવાની પરંપરા ની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતી આવતી પરંપરા એટલે શીરા રોપવાની પરંપરા

( પ્રતિનિધિ ) સુખસર,તા.17

કારતક સુદિ બારસ તેરસ અને ચૌદસ એમ ત્રણ દિવસ શીરા રોપવામાં આવે છે આદિવાસી સમાજના કુટુંબમાંથી મરણ પામનાર વ્યક્તિના નામના શીરા બનાવવામાં આવે છે અને ગામના પાદરે કે તેઓના ખેતરમાં કે સીમાડામાં તે શિરાઓ રોપવામાં આવે છે અને તેને યોગ્ય સ્થાન આપી કારતકી ચૌદસના દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.
અનોખા અને ખાસ મહત્ત્વ ધરાવતા આ શીરા રોપવાની પરંપરા મા આદિવાસી સમાજ ના લોકો શીરા લેવા માટે પોતાના સ્વજનો સગા સબંધીઓ સાથે શીરા વેચાણની જગ્યાઓ પર વાજતે ગાજતે ઢોલ-નગારા ડીજેના તાલ સાથે આવે છે અને વાજતે ગાજતે શીરા ની પૂજા અર્ચના કરી પોતાના ઘરે લાવી આખો દિવસ પૂજા-અર્ચના કરી પોતાના વિસ્તારમાં નિયત કરેલી જગ્યા પર તેને સ્થાપિત કરવામાં આવે છે.

Share This Article