ધાનપુર તાલુકાના કાંકણખીલા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે પરણિતાને ધાક ધમકી આપી આવરનવાર દુષ્કર્મ આચરતા ચકચાર,

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

ધાનપુર તાલુકાના કાંકણખીલા ગામે વાસનાના ભૂખ્યા નરાધમે પરણિતાને ધાક ધમકી આપી આવરનવાર દુષ્કર્મ આચરતા ચકચાર,

દાહોદ તા.૨૮

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામે એક ઈસમે એક પરણિતાને ધાકધમકી આપી તેને અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપી પરણિતા ઉપર અવાર નવાર બળાત્કાર ગુજારતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.

 

ધાનપુર તાલુકાના કાકડખીલા ગામે હનુમાન મંદિર ફળિયામાં રહેતો બાબુભાઈ ભારતાભાઈ પરમારે ગત તા. ૨૧.૧૦.૨૦૨૧ના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૨૮ વર્ષીય પરણિતાને અલગ અલગ સમયે અલગ સ્થળોએ લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાેં હતો અને પરણિતાને તેને અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે પરણિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————–

Share This Article