દેવગઢ બારીયા ખાતે યોજાયેલ ડે ટેનિસ ટૂર્નામેન્ટમાં ઝાલોદ ચિરાગ ક્લબનો વિજય,

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

દેવગઢ બારીયા ખાતે યોજાયેલ ડે ટેનિસ ટૂર્નામેન્ટમાં ઝાલોદ ચિરાગ ક્લબનો વિજય,પ્રમુખના હસ્તે ટ્રોફી અને ઇનામ વિતરણ કરાયા

  સુખસર તા.28

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા ખાતે ડે ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં ચાલો ચિરાગ નો વિજય થયો હતો ક્લબના પ્રમુખ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અને ઇનામ વિતરણ કરાયું હતું

   દેવગઢબારિયા ખાતે ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન જમીન શેખ અને વિરાટ દેવરા દ્વારા કરવામાં આવ્યું હતું  જેમાં દાહોદ પંચમહાલ અને મહિસાગર ની ૧૬ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં દેવગઢબારિયા અને ઝાલોદ વચ્ચે ટુર્નામેન્ટ યોજાઇ હતી જેમાં ચિરાગ ક્લબ ઝાલોદ નો ભવ્ય વિજય થયો હતો મેન ઓફ ધ સીરીઝ નિલેશ પટેલ અને બેસ્ટ બોલર રિયાઝ ની પસંદગી થઈ હતી ચિરાગ ઝાલોદ ના પ્રમુખ હરીશભાઇ કલાલ ની ટીમને ટ્રોફી અને ઇનામ અર્પણ કરાયા હતા.

Share This Article