દાહોદ શહેર સહીત તાલુકા મથકો પર લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીના પગલે સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ શહેર સહીત તાલુકા મથકો પર લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીના પગલે સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી 

દાહોદ તા.૮

દાહોદ શહેર સહિત તાલુકામાં ફરી લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વીજળીના કડાકા ધડાકા સાથે ફરીવાર દાહોદ શહેર સહિત તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

આખા શ્રાવણ માસ દરમિયાન માત્ર એક થી દોઢ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો હતો અને શ્રાવણ માસ પુર્ણ થયા બાદ ભાદરવો શરૂ થયો છે ત્યારે ભાદરવાના બીજા દિવસે જ દાહોદ શહેર તેમજ તાલુકામાં આજરોજ બપોરના એક દોઢ વાગ્યાના આસપાસ વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ધડાકાની સાથે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા છેલ્લા ઘણા સમયથી વરસાદ વિલંબ સાથે પડી રહ્યો છે અને જેને પગલે ધરતીપુત્રોમાં પણ ચિંતાનો માહોલ સર્જાવા પામ્યો છે પરંતુ વચ્ચે વચ્ચે વરસાદ વરસતા ધરતીપુત્રો અને રાહત પણ મળી છે આજરોજ ના વરસાદના પગલે ભાદરવો ભરપૂર રહેવાની આશા સેવાઈ રહી છે ત્યારે આજના વરસાદના પગલે દાહોદ તાલુકાના ખેડૂત મિત્રો માં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી ત્યારે છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેર સહિત તાલુકા વાસીઓ અસહ્ય ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં ત્યારે આજના વરસાદના પગલે મહદંશે ગરમી તેમજ બફારાથી લોકોને રાહત મળી હતી.

 

ચાર વાગ્યા સુધીના વરસાદ આંકડા 

ગરબાડા ૦૦ મીમી

ઝાલોદ ૦૦ મીમી

દેવગઢ બારીઆ ૦૨ મીમી

દાહોદ ૦૦ મીમી

ધાનપુર ૦૦ મીમી

ફતેપુરા ૦૦ મીમી

લીમખેડા ૦૦ મીમી

સંજેલી ૨૦ મીમી

સીંગવડ ૦૨ મીમી

કુલ ૨૪ મીમી

 

———-

Share This Article