લીમખેડા તાલુકાના પાણીયા ગામે જુગાર રમતા 8 જુગારીયાઓને પોલીસે ઝડપી જેલભેગા કર્યા…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાના પાણીયા ગામે જુગાર રમતા 8 જુગારીયાઓને પોલીસે ઝડપી જેલભેગા કર્યા…

દાહોદ તા.૨૭

 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમી રહેલ ૦૮ જણાને પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૦,૬૬૦ની રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે.

ગત તા.૨૬મી ઓગષ્ટના રોજ પાણીયા ગામે વકીલ ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં મહમંદભાઈ ઈબ્રાહીમભાઈ કાયદાવાલા (રહે. પ્રતાપપુરા, લીમખેડા), દિલીપભાઈ બાબુભાઈ પટેલકમલેશભાઈ જાેદુભાઈ પટેલ, રમેશભાઈ પારસીંગભાઈ પટેલ, ભારતભાઈ બાબુભાઈ પટેલ, રંગીતભાઈ સોમાભાઈ પટેલ, દિવ્યાંગકુમાર પ્રવિણભાઈ પટેલ અને સંજયકુમાર લક્ષ્મણભાઈ પટેલ (તમામ રહે.પાણીયા, વકીલ ફળિયું,લીમખેડા) નાઓ જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની પોલીસે બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે આઠેય જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૬૬૦ની રોકડ રકમ કબજે કરી લીમખેડા પોલીસે ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————–

Share This Article