રાજેશ વસાવે :- દાહોદ
ધાનપુર તાલુકાના સજોઇ ગામે ખેતરમાં પશુ ચરાવવાની બાબતે મારક હથિયારો સાથે આવેલા ૮ થી ૯ લોકોના ટોળાએ એક વ્યક્તિને ફટકાર્યો: પોલીસ ફરિયાદ નોંધાઇ
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજાેઈ ગામે ખેતરમાં પશુઓ ચરાવવા મામલે મહિલા સહિત આઠ થી નવ જણાના ટોળાએ પોતાની સાથે લાકડીઓ, કુહાડી, તીર કામઠા વિગેરે લઈ દોડી આવી ચીચીયારીઓ કરી એક વ્યક્તિને હથિયારો વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ કરી લોહીલુહાણ કરી ભારે ધિંગાણું મચાવતાં પંથકમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.
ગત તા.૧૨મી ઓગષ્ટના રોજ ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામે રહેતાં મથુરભાઈ માનહીંગભાઈ રાઠોડ, શનીયાભાઈ વરીયાભાઈ રાઠોડ, સોમાભાઈ વરીયાભાઈ રાઠોડ, દુબાભાઈ ગુલાભાઈ રાઠોડ, ચંન્દ્રાભાઈ વરીયાભાઈ રાઠોડ, કલાભાઈ ચંન્દ્રાભાઈ રાઠોડ અને દુબાભાઈનો છોકરો અને બે જેટલી મહિલાઓ મળી આ તમામ લોકોએ પોતાની સાથે મારક હથિયારો જેવા કે, લાકડીઓ, કુહાડી અને તીર કામઠા લઈ સજાેઈ ગામે કાચલા ફળિયામાં રહેતાં દલપતભાઈ ઉર્ફે દલુભાઈ રૂપાભાઈ મોહનીયાના ઘર તરફ આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, આજે તો તને પતાવી દેવાનો છે, તારી ગાયો અમારા ખેતરમાં કેમ ચરાવે છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે દલપતભાઈ ઉર્ફે દલુભાઈ રૂપાભાઈ મોહનીયાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત દલતપભાઈ મોહનીયા દ્વારા ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————–