Sunday, 09/02/2025
Dark Mode

માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત.. ઝાલોદ તાલુકામાં બે જુદી-જુદી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે ના મોત:એક ઈજાગ્રસ્ત..

August 16, 2021
        938
માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત.. ઝાલોદ તાલુકામાં બે જુદી-જુદી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે ના મોત:એક ઈજાગ્રસ્ત..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત.. ઝાલોદ તાલુકામાં બે જુદી-જુદી સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે ના મોત:એક ઈજાગ્રસ્ત..

દાહોદ તા.૧૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ બે માર્ગ અકસ્માતના બે જુદી જુદી જગ્યાએ બનેલા બનાવમાં બે જણાના મોત નીપજ્યાંનું જાણવા મળે છે જ્યારે એકને શરીરે ઈજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

 માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ પડી મહુડી ગામે આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસે બાંસવાડા થી ઝાલોદ આવતાં રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ એક અતુલ શક્તિ લોડીંગ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો અને જેને પગલે અંદર સવાર પેસેન્જરો પૈકી મનોજભાઈ સવજીભાઈ સંગાડા (ઉ.વ.૨૫, રહે.અનવરપુરા, નિશાળ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક પેસેન્જર સવજીભાઈ પરથીંગભાઈ સંગાડાને શસીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત સવજીભાઈ પરથીંગભાઈ સંગાડાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે છકડાના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમખેડા થી લીમડી જતાં માર્ગ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ રાકેશભાઈ માલાભાઈ નીનામા (ઉ.વ.૩૭, રહે. સીમલખેડી,તા.ઝાલોદ, જિ.દાહોદ) દ્વારા પોતાના કબજાની સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી લઈ આ રસ્તેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં રાકેશભાઈનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સીમલખેડી ગામે નીનામા ફળિયામાં રહેતાં દિપસીંગભાઈ માલાભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

——————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!