બાળકોની પેટમાં જ હત્યા:મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર, મહિલાની કુખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યા

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

બાળકોની પેટમાં જ હત્યા:મહીસાગરના સંતરામપુરમાં મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતના વીડિયોથી ચકચાર, મહિલાની કુખમાં રહેલા બાળકની 4 મહિલા દ્વારા હત્યા

સંતરામપુરમાં અમાનવિય રીતે ગર્ભપાત કરાવાયો હોવાનો વીડિયો આ મકાનનો હોવાથી તપાસ હાથ ધરાઈ. 

સંતરામપુરમાં અમાનવિય રીતે ગર્ભપાત કરાવાયો હોવાનો વીડિયો આ મકાનનો હોવાથી તપાસ હાથ ધરાઈ.

આ ઘટના ગુજરાતની ગરીમાને કલંક લગાવે તેવી છેઃ મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી

મહીસાગર તા.17

મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં બેરોકટોકપણે ચાલતા ગર્ભપાતના વેપારનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહીસાગર જિલ્લામાં બાળકોની પેટમાં જ હત્યા કરવાની ઠેર-ઠેર હાટડીઓ ચાલી રહી છે, ત્યારે એક મહિલાના અમાનવીય રીતે ગર્ભપાતનો વીડિયો સામે આવતા ચકચાર મચી છે. આ વીડિયોમાં 4 જેટલી મહિલાઓ એક મહિલાને જમીન પર સુવડાવી ગર્ભપાત કરી રહી છે.

ખુલ્લા આકાશ નીચે અને ઓરડીમાં ઘોર પાપ

મહીસાગરના સંતરામપુરમાં ખુલ્લા આકાશ નીચે અને ઓરડીમાં ઘોર પાપ આચરવામાં આવ્યું હતું. આ ઘોર પાપ મહિલાની કુખમાં રહેલા બાળકને મારી નાખવાનું હતું. પહેલા તો મહિલાને બે ભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ સાધનો સાથે અમાનવીય રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની 3 દિવસની તપાસ બાદ મહીસાગર જિલ્લાનો આગમનીય કિસ્સાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

મહીસાગરના જિલ્લાના સંતરાપુરમાં આવેલા FCIના એ ગોડાઉન પાછળ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જ્યાં એક મકાનમાં આ મહિલાની કુખમાં રહેલા બાળકનું કતલ થઇ રહ્યું હતું. હાલમાં આ ઘટનાને અંજામ આપનાર મહિલાઓ કોણ છે, તેમાં કોણ નર્સ છે તે વિશેની હાલમાં તપાસ ચાલુ છે.

આ ઘટના બન્યા બાદ મહીસાગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવતા કહ્યું છે કે, આ સમગ્ર ઘટના અંગે કડક તપાસ કરવામાં આવશે અને ઘટનાને લઈને જવાબદાર તમામ લોકો સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સંતરામપુરથી સામે આવેલી આ ઘટના ગુજરાતની ગરીમાને કલંક લગાવે તેવી છે.

Share This Article