
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ઝેર ગામની મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષક સતત ગેરહાજર રહેતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ રજુઆત કર્યા બાદ કોઈપણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા ફરીથી આદિવાસી ટાઇગર સેનાના પ્રમુખ દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી
ફતેપુરા તા.17
તારીખ 5 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના ઝેર ગામના સમાજ સેવક બાબુભાઈ ઉજમાભાઈ પાંડોર તથા ઝેર ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ તથા ગ્રામજનો દ્વારા ફતેપૂરા તાલુકા શિક્ષણ વિભાગના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા તેમજ રાજ્ય કક્ષાની ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી અને રજૂઆત કરીને જણાવ્યું હતું કે ઝેર ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સચીન ભાઈ ભરતભાઈ શાહ શાળામાં સતત ગેરહાજર રહે છે જેથી ઝેર ગામ ના બાળકોનું ભવિષ્ય અંધકાર મય બન્યું છે ઝેર ગામ ના સમાજ સેવક તથા ગ્રામ પંચાયતના સભ્યો ગામના પૂર્વ સરપંચ તથા ગ્રામજનો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ફતેપુરા તથા ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ શિક્ષક સચિન ભરત શાહ સામે ખાતાકીય તપાસ કરીને બાળકો ને ન્યાય અપાવો અને શિક્ષક વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા અન્યથા સમસ્ત ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે
આ રજૂઆત કર્યા ના દસ દિવસ બાદ પણ ફતેપુરા તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કે અન્ય કોઈપણ કક્ષાએથી કોઈપણ જાતની કાર્યવાહી આ શિક્ષક સચિન ભાઈ ભરતભાઈ શાહ સામે કરવામાં ન આવતા ફતેપુરા તાલુકા આદિવાસી ટાઇગર સેનાના પ્રમુખ મેહુલ તાવિયાડ દ્વારા તારીખ 15 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે વી ચૌધરીએ જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.તપાસના પરિણામો આવ્યા બાદ ટુક સમયમાં આ શિક્ષક સચીન ભાઈ ભરતભાઈ શાહ સામે પગલા લેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ રજૂઆત શિક્ષણ મંત્રી ગાંધીનગર , શિક્ષણ સચિવ પ્રાથમિક ગાંધીનગર , પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ સુધી ઉચ્ચકક્ષાએ રજુઆત કર્યા બાદ કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે