જીગ્નેશ બારીયા :- દાહોદ
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી એક અજાણ્યા વ્યક્તિની કોહવાયેલી લાશ મળી આવતા ચકચાર: હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસમાં જોતરાઈ
દાહોદ તા.30
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે થી એક અજાણ્યા પુરુષની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં આજે વ્યક્તિઓની લાશ મળવાનો સિલસિલો આજે સતત ચાલુ રહ્યો હતો જેમાં પ્રથમ તો દેવગઢ બારીયાના ગામડી ગામેથી યુવતીની લાશ મળી આવી હતી.ત્યારે વહેલી સવારે લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી પણ એક અજાણ્યા પુરુષની કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસ
ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઇ નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દીધી હતી. મૃતક ની ઓળખાણ થતી કરવા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે અને યુવકની આત્મહત્યા કે પછી કોઈક કારણોસર તેની હત્યા કરવામાં આવી હશે? અનેક પાસાઓ પર પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.