દાહોદ જિલ્લામાં સગીરાના અપહરણમાં નોંધપાત્ર વધારો, ધાનપુર તેમજ લીમખેડામાંથી લગ્ન કરવાના ઇરાદે સગીરાના અપહરણના બનાવો નોંધાયા…

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં સગીરાના અપહરણમાં નોંધપાત્ર વધારો, ધાનપુર તેમજ લીમખેડામાંથી લગ્ન કરવાના ઇરાદે સગીરાના અપહરણના બનાવો નોંધાયા….

દાહોદ તા.૧૯

#paid pramotion

Contact us :- sunrise public school 

દાહોદ જિલ્લાના ધાનપુર અને લીમખેડા તાલુકામાંથી બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓના બે યુવકો દ્વારા પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પામી છે.

ગત તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરા પોતાના જ ગામમાં રહેતી એક મહિલા સાથે દુધામલી ગામે બજારમાં કરિયાણું લેવા ગઈ હતી. આ દરમ્યાન ધાનપુર તાલુકાના પીપેરો ગામે રહેતો દિનેશભાઈ સાજનભાઈ મેડા પોતાના કબજાનો છકડો રીક્ષા લઈ સગીરા પાસે આવ્યો હતો અને તેણીની ખેંચતાણ કરી પોતાના કબજાના છકડા રીક્ષામાં સગીરાને બળજબરીપુર્વક બેસાડી પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં બજારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઉપરોક્ત અપહરણકર્તા યુવક દિનેશભાઈ સાજનભાઈ મેડા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજાે બનાવ લીમખેડા તાલુકાના ધુમણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી મેના રોજ ધુમણી ગામે નિશાળ ફળિયામાં રહેતો રાજેશભાઈ બલુભાઈ માવીએ લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં તેણીને પટાવી ફોસલાવી ધુમણી ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————-

Share This Article