
બાબુ સોલંકી :- સુખસર
હિંમતનગર માંથી ચોરાયેલ ટેકટરની ટ્રોલી સુખસરમાંથી મળી આવી.
તલોદ પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીનો કબજો મેળવી તેમાં સંડોવાયેલા મનાતા આરોપીની ધરપકડ કરી.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૫
હિંમતનગર જિલ્લાના તલોદ ગામમાંથી એક ફાર્મ હાઉસમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઇ હોવાની તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આ ટ્રોલીની તપાસ દરમિયાન ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નીલકમલ એગ્રીકલ્ચરની પાસે આ ચોરી થયેલ ટ્રોલી પડી હોવાની ચોક્કસ બાતમીદાર દ્વારા બાતમી મળતા બાતમીના આધારે હિંમતનગર એલ.સી.બી પોલીસ સુખસરમાં તપાસ અર્થે આવી પહોંચી હતી. અને બાતમી વાળી જગ્યાએ જોતા ચોરી થયેલ ટ્રોલી મળી આવતા કબજે કરી હતી.અને આ ટ્રોલી કલર કરવા માટે સુખસરમાં લાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.હિંમતનગર એલ.સી.બી પોલીસે ટ્રોલીને કબજે લઇ ટ્રોલીને કલર કરાવવા આવનાર અને તેની ચોરીમાં સંડોવાયેલા મનાતા વટલી ગામના આરોપી વિજય ચંપકભાઈ મછારની ધરપકડ કરી હતી. આ ટ્રેકટરની ટ્રોલી કોણે ચોરી કરી? તલોદથી સુખસર સુધી લાવી તેને કયા કારણોસર કલર કરાવવાની જરૂરત પડી?અને આ ટ્રોલીની ચોરીમાં કોણ કોણ સંડોવાયેલા છે? તે સાથે ખરેખર આ ટ્રોલીની ચોરી કરવામાં આવી છે કે કોઈક કારણોસર લાવવામાં આવી છે?તે બાબતે તલોદ પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.