દાહોદ: પોલીસમાં નવા ટ્રેનિંગ પામેલા યુવક-યુવતીઓને ડીજીપી ઓફિસ દ્વારા લાઈવ પ્રોગ્રામ મારફતે કોરોના મહામારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ 

Editor Dahod Live
1 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લા પોલીસમાં નવા ટ્રેનિંગ પામેલા યુવકોને ડીજીપી ઓફિસમાંથી કોરોના અંતર્ગત લાઈવ પ્રોગ્રામ મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યુ 

દાહોદ તા.12

દાહોદ શહેર સહિત જિલ્લાના પોલીસમાં નવા ટ્રેનિંગ પામેલ યુવકોને આજરોજ ગાંધીનગરની ગાંધીનગર ડીજીપી ઓફિસમાંથી લાઈવ પ્રોગ્રામ મારફતે યુવાનોને કોરોના અંતર્ગત માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

હાલમાં કોરોના મહામારી વચ્ચે પોલીસ ખડેપગે પોતાની કામગીરી પણ બજાવી રહી છે.ત્યારે આજરોજ ગાંધીનગર ખાતેની ડીજીપી ઓફિસ ખાતેથી લાઈવ પ્રોગ્રામ મારફતે દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગમાં નવા ટ્રેનિંગ પામેલ યુવક યુવતીઓને કોરોના અંતર્ગત વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પોલીસ કેવી રીતે કોરોના સંક્રમણ ની સામે સાવચેત રહે તેમજ અન્ય માહિતી ગાંધીનગરના ઓફિસ મારફતે ઓનલાઇન આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સંપૂર્ણ કોરોના ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

Share This Article