દાહોદ શહેરમાં પોલીસની ઓળખ આપી યુવક પાસેથી મોબાઇલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર…

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તા.26

દાહોદ શહેરમાં ફરી એકવાર પોલીસની ઓળખ આપી એક ચોર ઇસમે એક વ્યક્તિ પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર થઈ જતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે શ્રીરામ કોલોનીમાં રહેતા કાર્તિકકુમાર ભરતકુમાર પરમાર ગત તારીખ ૨૩મી એપ્રિલના રોજ શહેરના રંગ મંચ તરફ ઉભા હતા આ સમય દરમિયાન દાહોદ પરેલ પ્રેમનગર સોસાયટીમાં રહેતો રાહુલ મુલચંદભાઈ પાંડે ત્યાં આવ્યો હતો અને કાર્તિક કુમાર પાસે આવી પોતે પોલીસ હોવાનું જણાવી કાર્તિક કુમારનો મોબાઇલ ફોન ઝૂંટવી લઈ નાસી જતા આ સંબંધે કાર્તિકકુમાર પરમાર દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article