Sunday, 08/09/2024
Dark Mode

મધ્યગુજરાત વીજ કંપની દ્વારા વીજબીલમાં ગંભીર છબરડા સામે આવતા આશ્ચર્ય

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લાઈટ બિલમાં છબરડા પ્રકાશમાં આવ્યા છે.  સંતરામપુર નગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ઘરે લાઈટબિલ  બનાવવા જતા હોય છે.અને કેટલાક ગ્રાહકોને ખબર હોતી નથી કે લાઈટ બિલ ખરેખર સાચું કે ખોટું છે.ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકના વીજબીલ માં છબરડા નો એક કિસ્સો બહાર આવેલો છે સંતરામપુર નગરમાં લાઈટ બીલ બનાવવા ગયેલા વિજયભાઈ ડામોર ના ઘરે તેમના બિલ ની અંદર 1500 પંદર રૂપિયા લખી નાખ્યું હતું.જોકે મોબાઈલમાં મેસેજ સિસ્ટમ હોવાથી મેસેજની અંદર 1150 રૂપિયાનું વીજબીલ આવેલા હતા આ રીતે લાઈટ બિલમાં વિસંગતતા સામે આવતા વિજયભાઈ ડામોર પોતાનું વીજબીલ  લઈને મધ્ય ગુજરાત વીજ કંપની માં ઓફિસમાં પહોંચી ગયા ઓફિસમાંથી તપાસ કરતા ખબર પડી કે લાઈટ બિલ બનાવવામાં ભૂલ થઈ હતી મેસેજ પ્રમાણે ઓફિસમાંથી 1150 રૂપિયા પાવતી આપી હતી. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આડેધડ વીજબિલ પકડાવી દેતા કેટલા ગ્રાહકોને મોટા પાયે નુકસાન થતું હોય છે. ખરેખર આ બાબત ગંભીરતાથી વિચારવા જેવી છે મોબાઇલમાં મેસેજ આવતો અલગ અલગ હોય છે અને લાઈટ બિલ બનાવતી વખતે કલર કામ હોય છે વિજયભાઈ ડામોરની 350 રૂપિયા નો ફરક આવેલો છે જો ખરેખર આપણે પણ આ રીતે તપાસ ના કરે તો ખરેખર ગ્રાહક સાથે પણ છેતરપિંડી અને ખોટી રકમ જતી હોય છે આ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ આને સંતરામપુરના નગરના અને તાલુકાના તમામ બીલોની તપાસ કરવામાં આવે તે જરૂરી છે. 

error: Content is protected !!