Friday, 29/03/2024
Dark Mode

ગરબાડામાં ઘઉં ભરેલી ગાડી વીજલાઇનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ: ઘઉંના પૂળા બળીને ખાખ,સદભાગ્યે કોઈ જાનહાની નહિ

ગરબાડામાં ઘઉં ભરેલી ગાડી વીજલાઇનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ: ઘઉંના પૂળા બળીને ખાખ,સદભાગ્યે કોઈ જાનહાની નહિ

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.30

ગરબાડા તાલુકાના ચાંદલામાં વાઢેલા ઘઉં ભરીને આવતી પીક અપમાં વીજ વાયરથી આગ લાગતા ઘઉં બળીને ખાખ, ઘઉંનો પાક બળીને ખાખ જાનહાનિ ટળી ગાડી ને થોડું ઘણું નુકસાન

ગરબાડા તાલુકાના ચંદલા ગામે રહેતા રમણભાઈ કાળુભાઈ સોલંકી  પોતાના ખેતરમાં વાઢેલા ઘઉંનો પાક શંકરભાઈ પરમારની પીકઅપ ગાડીમાં સોમવારના રોજ  ઘઉંનો પાક ભરીને  બપોરના ૩ થી ૪ વાગ્યાના સમયમાં ઘરે લાવી રહ્યા હતા તે વેળા ગામમાં પ્રવેશતાની સાથે જ વીજ વાયર સાથે પીકઅપમાં ભરેલ  ઘઉંના પૂળા નો સંપર્ક થતાં શોર્ટસર્કિટ થઈ હતી.અને ઘઉંના પૂળા બળીને ખાખ થઇ ગયા હતા.જોકે સત્વરે ગ્રામજનો દ્વારા આગ પર કાબુ મેળવી લેતા કોઇ જાનહાનિ થઇ ન હતી તેમજ ગાડીનો પણ બચાવ થયો હતો ઘટના સંદર્ભે ચંદલા ગામમાં નાસભાગ મચી જવા પામી છે.

error: Content is protected !!