Tuesday, 08/07/2025
Dark Mode

એસટીબસે વાછરડાંને અડફેટમાં લેતા થયો લોહીલુહાણ:જિલ્લા પશુ પાલન અધિકારીએ સ્થળ પરજ સારવાર આપી વાછરડાને નવજીવન આપ્યું

એસટીબસે વાછરડાંને અડફેટમાં લેતા થયો લોહીલુહાણ:જિલ્લા પશુ પાલન અધિકારીએ સ્થળ પરજ સારવાર આપી વાછરડાને નવજીવન આપ્યું

નીલ ડોડીયાર @ દાહોદ 

રખડતા કુતરાઓ પાછળ પડતા પોતાનું જીવ બચાવવા જતા વાછરડું એસટી બસના આગળના વહીલમાં ફસાયો, સ્થાનિક યુવાનોએ ઈજાગ્રસ્ત વાછરડાને બસના નીચેથી બહાર કાઢી સારવાર માટે પશુવાનને બોલાવી, જિલ્લા પશુ પાલન અધિકારી કમલેશ ગોસાઈએ ગાડી થોબાવી સ્થળ પર જ ઈજાગ્રસ્ત વાછરડાં ની સારવારમાં જોતરાઈ ઉત્કૃષ્ઠ કામગીરીનો ઉત્તમ પૂરું પાડ્યો, ઈજાગ્રસ્ત વાછરડાને સમયસર સારવાર મળી જતા તેને નવજીવન મળ્યું, સારવાર બાદ વાછરડાને એમ્બ્યુલેસમાં ગૌશાળા ખાતે મોકલી દેવાયો, 

દાહોદ તા.27

દાહોદ શહેરના સ્ટેશનરોડ પરથી પસાર થતી એસટી બસની અડફેટમાં વાછરડું આવી જતા ગંભીરરીતે ઘવાયું હતું ત્યારે અકસ્માતે ઘવાયેલા વાછરડાંની મદદે આવેલા યુવાનોએ કરુણા પશુ એમ્બ્યુલેન્સનો સંપર્ક કરી બોલાવતા તે વેળાએ ત્યાંથી પસાર થતા પશુ પાલન અધિકારીએ પોતાની ગાડી થોભાવી ફરજના ભાગરૂપે એસટી બસની અડફેટે ઘવાયેલા વાછરડાંની સારવાર કરી નવજીવન આપી ગૌશાળા ખાતે મોકલી આપી માનવ સેવાનું ઉત્કૃષ્ઠ દાખલો બેસાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજના સુમારે સ્ટેશનરોડ જૈન બુક ડીપો નજીક નાનું વાછરડાને ત્યાંથી પસાર થતી એસટીબસની અડફેટે લેતા વાછરડું લોહીલુહાણ અવસ્થામાં ફસડાઈ પડ્યું હતું. જોકે તે વેળાએ ભેગા થયેલા આજુબાજુના લોકોએ વાછરડાંને બચાવવાં માટે કરુણા પશુ વાનને કોલ કરી બોલાવતા થોડીવારમાં કરુણા પશુ વાન ઘટનાસ્થળે આવી પહોંચી હતી તે વખતે જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. કમલેશ ગોસાઈ ઓફિસેથી ઘરે જતી વખતે તેમની નજર રોડની સાઈડ પર ઈજાગ્રસ્ત વાછરડાંને સારવાર આપતાં પશુવાનના કર્મચારીઓ પર પાડતા તેઓએ ગાડી સાઈડ પર થોભાવી પોતાની ફરજ પ્રત્યેની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે ઇજાગ્રસ્ત વાછરડાંની સારવારમાં જોતરાઈ ગયા હતા વાછરડાની સ્થળ પર જ ટૂંકી સારવાર બાદ પશુવાનના કર્મચારીઓને જરૂરી નિર્દેશ આપી રવાના થયાં હતા.

error: Content is protected !!