
હિતેશ કલાલ @સુખસર
ફતેપુરા તાલુકાના માત્ર આરોગ્ય કર્મીઓ નો પગાર ન થતાં દિવાળી બગડી, ક્લાર્કની ભૂલના કારણે પગાર ન થયો હોવાની ચર્ચા
પ્રતિનિધિ દ્વારા સુખસર
દાહોદ જિલ્લા સહિત રાજ્યમાં દિવાળીનો એડવાન્સમાં પગાર કર્મચારીઓને આપવાની સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી જ્યારે માત્ર તે પુરા તાલુકા ના આરોગ્ય કર્મચારીઓનો પગારન થતાં તેઓની દિવાળી બગડી હોવાનું જણાવ્યું હતું કલાર્કનીભૂલના કારણે પગાર ના થયો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.
દાહોદ સહિત રાજ્યભરમાં તમામ કર્મચારીઓને દિવાળીના તહેવાર નિમિત્તે એડવાન્સમાં પગાર આપી દિવાળીની ભેટ ની સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી મહિનાના અંતમાં દિવાળી અને નવા વર્ષના તહેવાર હોવાથી સરકાર દ્વારા તમામ કર્મચારીઓને પગાર ચૂકવવાની જાહેરાત કરાઇ હતી જ્યારે ફતેપુરા તાલુકામાં જ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને દિવાળી નો પગાર ન મળતા દિવાળીના તહેવારની મજા બગડી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું તાલુકાના ૨૦૦ જેટલા કર્મચારીઓને પગાર મળ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે આરોગ્ય કર્મચારીઓ ને પૂછતા તેઓએ જણાવેલ કે ક્લાર્ક દ્વારા પગાર બીલ મોકલવામાં ભૂલ કરી હોવાના કારણે પગાર થઈ શક્યો ન હોવાનું જિલ્લા કક્ષાએથી જાણવા મળ્યું હોવાનું જણાવ્યું હતું જોકે દિવાળી ટાણે જ માત્ર આરોગ્ય કર્મીઓની પગાર ન મળતા તેઓ આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
વર્ગ-૪ સહિત તમામ કર્મચારીઓનો પગાર કરી દેવાયો છે મારા ધ્યાન મુજબ કોઈ નો પગાર બાકી નથી કોઈ તાલુકામાંથી બિલ મોકલ્યા ન હોય તો પગાર બાકી રહી ગયો હશે અને એવું હશે તો પહેલી તારીખ સુધીમાં પગાર જમા કરી દેવાશે.
ડો આર એમ પરમાર ,
જિલ્લા આરોગ્ય અધિકારી