Friday, 29/03/2024
Dark Mode

દાહોદ:શેલ્ટરહોમમાં આશરો લઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને શોશ્યલ ડિસ્ટન્સ જાળવી એસટીબસ મારફતે મધ્ય પ્રદેશ બોર્ડર સુધી મોકલાયા

દાહોદ:શેલ્ટરહોમમાં આશરો લઇ રહેલા પરપ્રાંતીય શ્રમિકોને શોશ્યલ ડિસ્ટન્સ જાળવી એસટીબસ મારફતે મધ્ય પ્રદેશ બોર્ડર સુધી મોકલાયા

જીગ્નેશ બારીયા, નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૨૫

દાહોદ શહેર સહીત જિલ્લાભરના વિવિધ શેલ્ટર હોમમાં આશરો લઇ રહેલા શ્રમિકોને આજરોજ(ઇન્ટર સ્ટેટ ટ્રાન્સફર ) એટલેકે સરકારી ગાઈડ લાઈન તેમજ ભાજપ સાશિત રાજ્યોના સમન્વય સાથે તેઓને પોતાના વતન કરવા બસોની મારફતે રવાના કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ તરફના શ્રમીકો છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉન વચ્ચે દાહોદમાં આશરો લઈ રહ્યા હતા. તો આજરોજ આ શ્રમીકોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરી મધ્યપ્રદેશ બોર્ડરના પીટોલ ખાતે આ શ્રમીકોને રવાના કરવામાં આવ્યા હતા.અને ત્યાથી મધ્યપ્રદેશની સરકાર દ્વારા બસો તેમજ બીજા વાહનો મારફતે આ શ્રમીકોને પોત પોતાના ગામ ખાતે રવાના કરાયા હતા.

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવાની નિર્ણય થયું હતુ.ત્યારે આ લોકડાઉનની પરિસ્થતીમાં વાહન વ્યવહાર બંધ થતાં પરપ્રાંતમાંથી મજુરી કામ કરી આવતાં મજુરો રઝળી પડ્યા હતા ત્યારે સરકાર દ્વારા તેઆઓને ખાવાપીવાની સુવિધા સાથે જ્યા હતા ત્યા સેલ્ટર હોમની સુવિધા પુરી પાડવામાં આવી હતી ત્યારે કોરોના મહામારીને જોતા સરકાર દ્વારા લોકડાઉન – ૨ લાગુ કરાતાં સેલ્ટર હોમમાં રખાયેલા શ્રમીકોને પોતાના ઘરે જવાની સામુહિક માંગણીઓ ઉઠવા પામી હતી જયારે ગુજરાત સરકાર દ્વારા ભાજપ સાશિત પ્રદેશોમાં સમન્વય કરી શ્રમીકો પોતાના વતન સુધી પહોંચે તે માટે  ૨૦૦ ઉપરાંત બસોમાં સોશીયલ ડિસ્ટન્ટ જાળવી મધ્યપ્રદેશના શ્રમીકોને પીટોલ બોર્ડર સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરાઈ હતી.જ્યાથી મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે તે વિસ્તારના શ્રમીકોને તેઓના ઘર સુધી પહોંચાડવા તેમને પણ બસો ફાળવી હોવાનુ જાણવા મળે છે ત્યારે દાહોદમાં વહીવટી તંત્ર દ્વારા એસ.ટી. મારફતો દાહોદના ખરેડી,પાંચવાડા વિગેરે સેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા મધ્યપ્રદેશના શ્રમીકોને પીટોલ બોર્ડર સુધી મુકવા માટે ૬ બસો ગોઠવવામાં આવી હતી ત્યાર બાદ મધ્યપ્રદેશના શ્રમીકોને દાહોદ એસ.ટી.ડેપોના મેનેજરના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં વિવિધ સેલ્ટર હોમમાંથી મધ્યપ્રદેશના શ્રમીકોને સોશીયલ ડિસ્ટન્સ જાળવી તેઓને બસોમાં બેસાડી તેઓને પીટોલ બોર્ડર સુધી પહોંચાડ્યા હતા. ભાજપ સાશિત પ્રદેશોમાં એકબીજાના  સમન્વયથી પોત પોતાના આશ્રીતોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે નજીકના રાજસ્થાન સહીત અન્ય રાજ્યોની સરકારો દ્વારા પણ એકબીજા જોડે સમન્વય જાળવી શ્રમીકોને પોતાના ઘર સુધી પહોંચાડે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે.

error: Content is protected !!