સંતરામપુર નગરપાલિકામાં ભડકો: નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તથી રાજકીય ભૂકંપ

Editor Dahod Live
2 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત ભાજપની સત્તા માં રાજકીય ભૂકંપ સંતરામપુર નગરપાલિકા માં કેટલાક સમયથી પ્રમુખ અને સભ્યો વચ્ચે ઘર્ષણો વધી રહ્યા હતા અને આજરોજ નગરપાલિકામાં ચીફ ઓફિસરને લેખિતમાં ભાજપના સભ્યો ૭ અપક્ષ 2 કોંગ્રેસના 8 કુલ ૧૭ સભ્યોએ એકસાથે ભેગા મળીને નગરપાલિકાના પ્રમુખ લીલાબેન ડામોર સામે અવિશ્વાસની દરખાસ્ત પડી હતી અને નગરપાલિકાના પ્રમુખ આપખુદશાહી શાસન અને તમામ સભ્યોને વોર્ડના વિકાસ ના કામો થતા નથી અને કોઈ સભ્યોનું સાંભળવા તૈયાર નથી તેમના સામે અવિશ્વાસની પ્રસ્તાવ દાખલ કર્યો હતો અચાનક નગરપાલિકા ની અંદર ભાજપનું સત્તા હોવા છતાંય ભાજપની બોડીમાં ભૂકંપ થયો અચાનક નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો સૌથી વધારે ભારે રોષ નગરપાલિકાના પ્રમુખના પતિ વહીવટકર્તા સભ્યોમાં આકરો જોવાયો હતો સભ્યોનો કામો પણ ના થતા અને ભાજપના સંગઠન અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી તેમ છતાં કોઇ કાર્યવાહી ન કરતાં નગરપાલિકાના પ્રમુખ અવિશ્વાસ દરખાસ્ત ચીફ ઓફિસર આપી હતી તો બે દિવસ ની અંદર ભાજપના શાસનમાં તિરાડો જોવા મળી હતી સૌથી બહુમતી હોવા છતાં અને સંતરામપુરમાં વિધાનસભાની સીટ ભાજપની હોવા છતાંય ભાજપને સત્તામાં હોવા છતાં નગરપાલિકામાં ભાજપની આખરી સત્તા ગુમાવી અને રાજકીય ગરમાવો અને તર્ક વિતર્ક થયેલું જોવા મળે છે બોક્સ ચાર દિવસ અગાઉ ગાંધીનગર વિજિલન્સ દ્વારા આંકડા જુગાર વડલીમટકા માં ૧૪ જુગારીઓ ને રેડ કરીને પોલીસે પકડયા હતા તેમાં નગરપાલિકાના પ્રમુખના પુત્ર મનોજભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમાંથી રાજકીય ગરમાવો વધી ગયેલો જોવા મળે છે   સંતરામપુર નગરનો અમારા ગામનો વિકાસ થતો નથી અને સૌથી મોટી વાત નગરપાલિકાના પ્રમુખ તેમના પતિ વહીવટ કરે છે બાળકોની વાત રાખતા નથી પોતાની મનમાની કરે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

Share This Article