સંતરામપુર નગરના મુખ્યમાર્ગો પર ઉભરાતી ગટરના કારણે ઠેર-ઠેર ગંદકી નો સામ્રાજ્ય :રોગચાળો ફેલાવવાની શક્યતા

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.23

સંતરામપુર નગરના મુખ્યમાર્ગો પર ઉભરાતી ગટરના કારણે હાલાકી સંતરામપુર નગરમા મુખ્ય માર્ગો પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષો અગાઉ રૂપિયા ૧૨ લાખના ખર્ચે વરસાદી ગટર બનાવવામાં આવેલી હતી આ ગટર નિષ્ફળ ગઈ હતી કારણકે આજ દિન સુધી આ ગટરનું કોઈપણ જગ્યાએથી પાણીના નિકાલ માટે રસ્તો કાઢવામાં આવ્યો જ નથી એના કારણે નગરજનોને થતો પાણીનો નિકાલ આ ઘરની અંદર ભરાઈ જતા અને ઉભરાતા રોડ ઉપર જ ગંદુ પાણી ફરી વધતું રહે છે આના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલી વેઠવાનો વારો આવેલો છે સ્થાનિક રહેશો નગરપાલિકામાં ગટર બાબતની રજૂઆત કરે તો સફાઈ કામદાર તેને સફાઈ તો કરી નાખે પણ ચાર દિવસમાં ફરી આ આ ગટર ઉભરાતી રહે છે સંતરામપુરનો ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ થતો જ નથી આના કારણે દિનપ્રતિદિન સ્થાનિક રહીશોમાં મુશ્કેલી અને ભારે આક્રોશ જોવા મળ્યો છે આપણા ભારતના વડાપ્રધાન સ્વચ્છ અભિયાન માટે સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા ત્યારે સંતરામપુર નગરમાં આવી ઉભરાતી ગટરોથી ક્યારે છુટકારો મળશે સંતરામપુર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

Share This Article