Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર સબ જેલમાં જિલ્લા પોલીસતંત્ર-પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ શિબિર સમારોહનો થયું સમાપન

સંતરામપુર સબ જેલમાં જિલ્લા પોલીસતંત્ર-પતંજલિ યોગ સમિતિના સંયુક્ત ઉપક્રમે  ત્રિદિવસીય યોગ શિબિર સમારોહનો થયું સમાપન

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા.22

મહીસાગર જિલ્લાની  સંતરામપુર સબ જેલ ખાતે જિલ્લા પોલીસ, તથાતા ફાઉન્ડેશન અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય યોગ શિબિરનો સમાપન સમારોહ ડિસ્ટ્રિક્ટ જજ બી.જી.દવે અને એડિશનલ સેશન્સ જજ ડી.એલ.પટેલ, જિલ્લા પોલીસ વડા ઉષા રાડાની  ઉપસ્થિતિમાં યોજાયો. જેલના કેદીઓમાંથી નકારાત્મક વિચારો દૂર થાય અને નિયમિત યોગથી સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર તેવા ઉમદા હેતુ સાથે ૬૭ કેદીઓએ ત્રણ દિવસ સુધી આ યોગશિબિરનો લાભ લીધો.
પ્રાસંગિક ઉદબોધનમાં એડિશનલ સેશન્સ જજે આ યોગ શિબિરથી કેદીઓની જીવન પદ્ધતિમાં બદલાવ આવશે અને બહાર નીકળી સારી જિંદગી જીવી શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા પોલીસ વડાએ કેદીઓએ આવેશમાં આવીને ગુન્હો કર્યા બાદ જેલવાસ દરમિયાન તેમનામાં યોગના માધ્યમથી નકારાત્મકતા દૂર થાય તેમજ જેલવાસ પૂર્ણ કર્યા બાદ આગામી સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. યોગશિબિરના સમાપન સમારોહમાં તથાતા ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઈ દેસાઇએ  કેદીઓને ખાદીના રૂમાલ તેમજ પુસ્તક વિતરણ અને બ્રિન્દાબેન રાજુભાઇ શુક્લ પરિવાર દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યું તેમજ  ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સબ જેલ ખાતે ૧૧  ઔષધિય છોડ રોપવામાં આવ્યા. કેદી દિનેશભાઇ દ્વારા આ શિબિરથી થયેલા લાભ અંગે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ શિબિરમાં પતંજલિ યોગ સમિતિના રાજેશભાઈ પંચાલ, સુનિલ જોશી, રમેશભાઈ વાઘેલા,  કથાકાર સતિશભાઈ સેવક, દીપકભાઈ ચાવડા,ભરત ચૌહાણ, જેલર, જેલ સ્ટાફ, પોલીસ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!