Friday, 29/03/2024
Dark Mode

દાહોદ શહેરના દોલતગંજ બજારમાં સ્થિત એક કાપડના શોરૂમને  કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરાઈ

દાહોદ શહેરના દોલતગંજ બજારમાં સ્થિત એક કાપડના શોરૂમને  કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરાઈ

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.03

દાહોદ શહેરના દોલતગંજ બજારમાં સ્થિત એક કાપડના શોરૂમને  કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરાઈ

સમગ્ર ભારતમાં હાલ શિયાળાની ઋતુ તેમજ દિવાળીના તહેવારો દરમિયાન કરેલા લાપરવાહીના  કારણે ગુજરાત સહીત બીજા રાજ્યોમાં કોરોનાએ માથુ ઉચકતા પરિસ્થિતિ વિકટ બનવા પામી છે.તેવા સંજોગોમાં રાજ્ય સરકારની ગાઇડલાઇન તેમજ દાહોદ જિલ્લામાં વકરેલા કોરોના સંક્રમણને  અટકાવવા માટે

જિલ્લા વહીવટી દ્વારા વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે પરંતુ દાહોદ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા વહીવટી તંત્રની માર્ગદર્શિકાનું ભંગ કરતા સ્થાનિક વહીવટી તંત્રે છેલ્લા એક પખવાડિયામાં કેટલીક દુકાનો સીલ કરી છે તેનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.પ્રાંત અધિકારી સહીતના કાફલાએ આજે શહેરના દોલતગંજ વિસ્તારમાં ઓચિંતી મુલાકાત લીધી હતી.જેમાં ગણેશ હોઝીયરી નામક એક કાપડની દુકાન જેમાં અગાઉ પણ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ જોવા મળતા પ્રાંત અધિકારી  અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.આ હોઝીયરીની દુકાનમાં આજે પણ શોશ્યલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળતા પ્રાંત અધિકારીએ આ દુકાનને સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!