Friday, 29/03/2024
Dark Mode

પોલીસ મથકમાં ફરિયાદ બાબતે પરિવારજનો અને પોલીસ વચ્ચે હોબાળો: પોલીસના ખરાબ વર્તનથી વિફરેલા પરિજનોએ લાશ પોલીસ મથકે મૂકી દેતા ચકચાર

પોલીસ મથકમાં ફરિયાદ બાબતે પરિવારજનો અને પોલીસ વચ્ચે હોબાળો: પોલીસના ખરાબ વર્તનથી વિફરેલા પરિજનોએ લાશ પોલીસ મથકે મૂકી દેતા ચકચાર

હિતેશ કલાલ @ સુખસર

પોલીસ મથકમાં ફરિયાદ બાબતે પરિવારજનો અને પોલીસ વચ્ચે હોબાળો.ફરિયાદ આપવા આવેલા મૃતકના પિતા ને જમાદારે ગાળો બોલી ધમકાવતા હોબાળો થયો. ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ આપતા અમારી હદમાં આવતું નહીં  સુખસર જાઓ તેમ જણાવ્યું હતું 

     પ્રતિનિધિ દ્વારા સુખસર

ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામ ના યુવક ઇજાગ્રસ્ત હાલતમાં ભાટ મુવાડી ગામેથી મળી આવ્યો હતો જેને બલૈયા ફતેપુરા દાહોદ અને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જેમાં શુક્રવારની સાંજે તેનું મોત થયું હતું જે બાબતે સુખસર પોલીસ મથકમાં ફરિયાદ આપવા જતાં ફરિયાદ  લેવાની બાબતે પરિવારજનો અને પોલીસ વચ્ચે હોબાળો થયો હતો જમાદારે મૃતકના પિતા ને ગાળો બોલી ધમકાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

           ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામ ના રંગજી હકા બારીયા ઉમર ૨૨ ઈજાગ્રસ્ત હાલતમાં દસ દિવસ અગાઉ ભાટ મુવાડી ગામે થી મળ્યો હતો જેને બલૈયા ફતેપુરા દાહોદ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો સારવાર બાદ તબીબે ના પાડી દેતા ઇજાગ્રસ્ત યુવકને લઇને પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા હતા અને શુક્રવારે રાત્રીના સમયે તેનું મોત થયું હતું આ બાબતે પરિવારજનો દ્વારા લાશ સુખસર પોલીસ મથકે મૂકી દેવાઈ હતી અને ફરિયાદ આપવા જતા પોલીસ અને પરિવારજનોએ હોબાળો થયો હતો જેમાં જમાદાર મનજી ભાઈએ  મૃતકના પિતા ને ખોટી ફરિયાદ કેમ આપો છો તેમ કહી ગાળો બોલી ધમકાવતા પરિવારજનોમાં રોષ પ્રગટ થયો હતો જેને લઇને હોબાળો થયો હતો પરિવારજનો દ્વારા શુક્રવારે ફતેપુરા પોલીસ મથકે ગયા હતા પરંતુ અમારી હદમાં આવતું નહીં તેમ કઈ સુખસર પોલીસ મથકે મોકલ્યા હતા જ્યાં ફરિયાદ લેવામાં આવી ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. હાલમાં આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે ઉમટ્યા હતા.

error: Content is protected !!