Friday, 18/10/2024
Dark Mode

સંતરામપુરના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મરણ ગયેલા પશુઓ ખુલ્લામાં ફેંકી દેતા જીવલેણ બીમારી ફેલાવવાની આશંકા

સંતરામપુરના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મરણ ગયેલા પશુઓ ખુલ્લામાં ફેંકી દેતા જીવલેણ બીમારી ફેલાવવાની આશંકા

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.19

સંતરામપુર તાલુકાના બારેલા નસીકપુર ગામે મારણ પામેલા પશુઓ ખુલ્લામાં નાખતા આસપાસના વિસ્તારોમાં ભયંકર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે સંતરામપુર તાલુકાના નસીતપુર ગામે મારણ પામેલા પશુઓ ગામની અંદર અને રોડની સાઈડમાં ખુલ્લામાં ફેંકી દેવાથી દુર્ગંધ ફેલાયેલી છે આના કારણો ગંભીર રોગચાળો અને કોરાના  વાયરસ જેવી જીવલેણ  બીમારી ફેલાવવાની શક્યતા સેવાઈ રહી છે. આ રીતે ખુલ્લામાં પશુઓ નાખવાથી ગ્રામજનો સહીત વાહનચાલકો  તીવ્ર દુર્ગંધથી હેરાન પરેશાન થઇ રહ્યા છે. સંતરામપુર થી લુણાવાડા સુધી રસ્તાની બાજુમાં બારેલા નસીકપુર રામપટેલના મુવાડા અલગ અલગ ગામોમાં ખુલ્લામાં મારણ પામેલા પશુઓ ફેંકી દેવામાં આવે છે આ રીતના જો ખુલ્લામાં પશુઓના કે તો ગમે ત્યારે પણ ગંભીર રોગચાળાની ફેલાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થયેલી છે બેરોકટોક વગર આ રીતના મરણ પામેલા પશુઓ ફેંકી દેવામાં આવે છે આના કારણે સંખ્યાબંધ લોકો સ્કૂલના વિદ્યાર્થીઓ ગ્રામજનો મોઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબુર બન્યાછે આ બાબતની ગંભીર પરિસ્થિતિ ઊભી થયેલી છે. જો આને કાબૂમાં કે બંધ કરવામાં નહીં આવે કોરોના  વાયરસ જેવી જીવલેણ બીમારીનો ફેલાવવાનો સંકેત જોવાઈ રહી છે તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે.

error: Content is protected !!