Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુર નગરપાલિકા દ્વારા રસ્તાની માપણીની અને દબાણ દૂર કરવા અંગેની સંયુક્ત કામગીરી હાથ ધરાતા દબાણકર્તાઓમાં ફફડાટ

સંતરામપુર નગરપાલિકા દ્વારા રસ્તાની માપણીની અને દબાણ દૂર કરવા અંગેની સંયુક્ત કામગીરી હાથ ધરાતા  દબાણકર્તાઓમાં ફફડાટ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.18

સંતરામપુર નગરપાલિકા દ્વારા રસ્તાની માપણીની અને દબાણ દૂર કરવા અંગેની સંયુક્ત કામગીરી હાથ ધરાઈ સંતરામપુર નગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગના નગરના મુખ્ય રસ્તાઓ નગરપાલિકાને સવારે સોંપવા માટે નગરપાલિકા ના ચીફ ઓફિસર એસટી રામાનંદ માર્ગ અને મકાન વિભાગ રેવન્યુ વિભાગ પ્રાંત અધિકારી એન કે પરીખ તથા સરકારી તંત્ર સંયુક્ત સંતરામપુરના મુખ્ય રસ્તાઓ રસ્તા ના માધ્યમથી મધ્યથી કારગીલ થી માંડીને એલ.આઇ.સી સુધી તેર ફૂટની માપણી કરી અને એલઆઇસી ઓફિસ થી બસ સ્ટેન્ડ ચારસતા સુધી રસ્તાના વચ્ચેથી 12 મીટર માપણી કરીને લાલ પટ્ટા મારવામાં આવેલા હતા અને બસ સ્ટેશન ચાર રસ્તા થી બજાર સુધી 8થી 10 મીટર માપણી કરીને દબાણ દૂર કરવામાં આવશે અને સંતરામપુર નગરમાં તમામ રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકાને હસ્તે આપવામાં આવશે અરે સંતરામપુરમાં દબાણ દૂર કરીને નડતરરૂપ ટ્રાફિક સમસ્યા હલ કરાશે અને મુખ્ય રસ્તા પર ડિવાઈડર નાખવામાં આવશે આ રસ્તાની કામગીરી અને દબાણની સંયુક્ત સરકારી તંત્રે હાથ ધરી છે.

error: Content is protected !!