Friday, 19/04/2024
Dark Mode

આર.આર.સેલની ટીમનો સપાટો:33 બનાવટી લાયસન્સની સાથે એક યુવક ને ઝડપી પાડતા ચકચાર,

આર.આર.સેલની ટીમનો સપાટો:33 બનાવટી લાયસન્સની સાથે એક યુવક ને ઝડપી પાડતા ચકચાર,

દાહોદ ડેસ્ક/હિતેશ કલાલ @ સુખસર  

સુખસર ના લખણપૂરથી ડુપ્લીકેટ વાહન લાયસન્સ બનાવનાર ઝડપાયો, આરઆર સેલની ટીમ ને મોટી સફળતા, આર.આર.સેલની ટીમે બાતમીના આધારે યુવક પાસેથી૩૩ જેટલા લાયસન્સનો જથ્થો જપ્ત કર્યો છે,ત્યારે છેલ્લા કેટલાય સમયથી ડુપ્લિકેટ લાયસેંસ બનાવવાના ધીકતા ધંધાથી સ્થાનિક પોલીસ અજાણ, જયારે સમગ્ર પ્રકરણમાં તપાસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો, કેટલાક એજેન્ટો અને આરટીઓ પણ કાયદાના સાણસામાં સપડાય તેવી વકી,  હાલ સમગ્ર પ્રકરણમાં એલસીબી દાહોદ દ્વારા તપાસ હાથ ધરાઈ

દાહોદ/સુખસર તા.20

 ફતેપુરા તાલુકાના લખણપુર  ગામનો યુવક વાહન લાયસન્સ બનાવવાનું કામ કરતો હોવાનું અને ગાંધીનગરથી લાયસન્સ નો જથ્થો બનાવીને આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આર.આર.સેલની ટીમે લખણપુર ગામેથી ઝડપી પાડયો હતો જેમાં તેની પાસેથી ડુપ્લીકેટ લાયસન્સ અને ગ્રાહકના આધારકાર્ડ  મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી આ ડુપ્લીકેટ લાયસન્સ બનાવી આપવાના કૌભાંડનું  પર્દાફાશ કરવામાં આર.આર.સેલની ટીમે સફળતા મળી છે જયારે હાલ મળતી માહિતી અનુસાર સમગ્ર પ્રકરણની તપાસ એલસીબી દાહોદ ને સોંપતા તેઓ દ્વારા આ કેસ બાબતે તપાસ હાથ ધરાઇ હતી.

  ફતેપુરા તાલુકાના લખાણપુર ગામનો મિનેષ  ગજુ ચારેલ નામક યુવક આ વિસ્તારમાંથી વાહનોના ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી આપવાનું કામ કરતો હતો અને ગાંધીનગરના કોઈ એજન્ટની મદદ થી ડુપ્લીકેટ લાયસન્સ આપતો હોવાની આર.આર.સેલની ટીમે સજ્જડ બાતમી મળી હતી જેથી મંગળવારના રોજ આ મિનેશ ડુપ્લીકેટ લાયસન્સ નો જથ્થો લઇને આવ્યો હોવાની આર.આર.સેલ ની ટીમને બાતમી મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષક  એમ.એસ ભરાડા તેમજ જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સિસોદિયાની સૂચનાના આધારે  ટીમના આ.હેડ. કો. હીરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, ઘનશ્યામસિંહ પુંજાભાઈ, મારુતિસિંહ ભીમસિંહ  દ્વારા લખણપુર ટેકરી પાસેથી આ યુવકને ઝડપી લીધો હતો જેની પાસેથી સ્કુલબેગ માં તપાસ કરતા ૩૩ જેટલા ડુપ્લીકેટ વાહન લાયસન્સ નો જથ્થો મળી આવ્યો હતો તેમ જ ૯ જેટલા ગ્રાહકોના આધાર કાર્ડ પણ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ ડુપ્લીકેટ લાયસન્સ નો જથ્થો ગાંધીનગર ના  અમરેન્દ્ર કુમાર યોગેન્દ્ર પ્રસાદ પટેલ દ્વારા આર પી ડી દ્વારા કવરમાં પેક કરીને મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. એલસીબી પીએસઆઇએ રાઠવા ની ફરિયાદના આધારે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સુખસર, ફતેપુરા, ઝાલોદ સહિત દાહોદના કેટલાક ગ્રાહકોના નામ અને લાયસન્સ મળી આવતા પોલીસ તપાસમાં લાયસન્સ ડુપ્લીકેટ હોવાનું ધસ્ફોટક થતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું 

પોલીસને મળી આવેલ લાયસન્સ નો જથ્થો તેમજ આધારકાર્ડ માં સુખસર વિસ્તાર ફતેપુરા વિસ્તાર ઝાલોદ વિસ્તાર દાહોદ વિસ્તાર ના ગ્રાહકોના નામ મળી આવ્યા હોવાનું તેમજ  આ ડુપ્લીકેટ મળી આવેલા લાયસન્સ  ગ્રાહકો પાસેથી પકડાઈ જનાર યુવક બે હજાર રૂપિયા લેતો હતો  અને  ખરાઇ કરતા  આ લાયસન્સ નો જથ્થો ડુપ્લિકેટ હોવાનું પોલીસ જણાવ્યું હતું.

error: Content is protected !!