દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ 53 માં સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની રજા મુબારક અને ઇચ્છાનુસાર ફતેપુરા નગરના લોકોના હાલ ચાલ જાણવા માટે પધાર્યા હતા. દરેક દાઉદી વોરા સમાજના ઘરે ઘરે જઈ બધાના ખબર અંતર જાણી દુઆઓ કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા.દેશની તરક્કી માટે પણ દુઆ કરી હતી.સૈયદી સૈફુદીન સાહેબ ના સાથે મુંબઈથી આવેલા મુર્તુજાભાઈ સાહેબ મોહમ્મદભાઈ સાહેબ તેમજ ફતેપુરાના જનાબ સાહેબ કુતબુદીનભાઈ સાહેબ વગેરે હાજર રહ્યા હતા સૈયદી સાહેબે રાત્રે સમયે મસ્જિદમાં વાયરસ મુબારક ફરમાવી હતી તેમજ ઇમામ હુસેનનો.માતમ પુર જોશ કરાવેલ હતો ત્યારબાદ સામૂહિક ભોજન રાખવામાં આવેલ હતું સૈયદી સાહેબ નું ફતેપુરામાં આગમન થતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા પુર જોશ સ્વાગત કરવામાં આવ્યું હતું ગુલદસ્તા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ફટાકડા ફોડવામાં આવ્યા હતા બોલો ઘરે ઘર સૈયદી સાહેબ હાલચાલ પૂછવા જતા તેઓને ફટાકડા ફોડી ગુલાબ ના ફૂલો થી સ્વાગત કરવામાં આવેલ હતું દાઉદી વ્હોરા સમાજના આગેવાન.હુસામભાઈ નલાવાલા સબીર ભાઈ સુનેલવાલ બુરહાન ભાઇ નલાવાલા તૈયબ ભાઈ હરવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.