Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં વસીમ રિઝવીની વિવાદિત પુસ્તકના લીધે મુસ્લિમ સમાજમાં રોષ : આવેદન આપી પુસ્તકને પ્રતિબંધ લગાવવાની માગણી કરાઈ …

November 25, 2021
        719
દાહોદમાં વસીમ રિઝવીની વિવાદિત પુસ્તકના લીધે મુસ્લિમ સમાજમાં રોષ : આવેદન આપી પુસ્તકને પ્રતિબંધ લગાવવાની માગણી કરાઈ …

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવા :- દાહોદ  

દાહોદમાં વસીમ રિઝવીની વિવાદિત પુસ્તકના લીધે મુસ્લિમ સમાજમાં રોષ : આવેદન આપી પુસ્તકને પ્રતિબંધ લગાવવાની માગણી કરાઈ 

દાહોદ તા.૨૫

 વસીમ રીઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પયગમ્બર વિરૂધ્ધ એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવતાં આજરોદ દાહોદ શહેરમાં જમાત રઝા એ મુસ્તફા અને મુસ્લીમ ઘાંચી પંચના મુસ્લીમ સમુદાયના લોકો દ્વારા વસીમ રીઝવી સામે કડકડમાં કડક સરકાર કાર્યવાહી કરી અને તેના પુસ્તકને બેન કરવામાં આવે તેવી રજુઆત સાથે દાહોદ પ્રાંત અધિકારીને આવેનદનપત્ર આપી સખ્ત વિરોધ દર્શાવ્યો હતો.

 દાહોદના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા આજરોજ દાહોદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યાં અનુસાર, વસીમ રીઝવી જેવા અમાનુષી કૃત્યો કરનારા લોકો આજેપણ દેશમાં પોતાની શૈતાની માનસિકતાો બેબાક ચિતાર આપી રહ્યાં છે. વસીમ રીઝવીએ એક સમયે ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ એવા કુરઆન એ મજીદના આયતોને લઈને વિવાદિત બયાનો આપ્યા હતાં અને આજે એટલે કે, થોડા સમય અગાઉ ઈસ્લામ ધર્મના પયગમ્બર મુહમ્મક વિરૂધ્ધ એક પુસ્તક પ્રકાશિત કરી એ પુસ્તકમાં શબ્દે શબ્દે જુઠની વણઝરા કરી રહ્યાં છે. વસીમ રીઝવી સામે સરકાર દ્વાર કડકમાં કડક સજા કરવામાં આવે અને વસીમ રીઝવીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી સાથે ઉગ્ર વિરોધ અને રોષ સાથે દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉપરોક્ત રજુઆત કરી હતી.

 

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!