Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં સ્વચ્છતાનો અભાવે બાળકોના આરોગ્ય જોખમમાં

ફતેપુરા તાલુકાની આંગણવાડીઓમાં સ્વચ્છતાનો અભાવે બાળકોના આરોગ્ય જોખમમાં

હિતેશ કલાલ @ દાહોદ 

ફતેપુરાની આંગણવાડીઓમાં શૌચાલયો જર્જરિત: રસોડામાં સ્વચ્છતાનો અભાવ.,ડબ્બામાં ભરેલા ચોખામાં પણ જીવાતો જોવા મળી.મુખ્ય સેવિકા ઓ ની બેદરકારીથી નાના ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં

 સુખસર તા.15

ફતેપુરા તાલુકામાં 297 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે આંગણવાડીઓમાં રાજ્ય સરકાર ના સંકલિત બાળવિકાસ વિભાગ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ મુખ્ય સેવિકાઓની બેદરકારીના કારણે નાના ભૂલકાઓનું આરોગ્ય જોખમમાં હોવાનું જણાઇ રહ્યું છે મોટાભાગની આંગણવાડીઓમાં રસોડામાં સ્વચ્છતાનો અભાવ સોચાલય બંધ હાલતમાં પીવાના પાણીનો અભાવ તેમજ અનાજમાં જીવાતો જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

      ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં પણ કુપોષણ દૂર કરવા કામગીરી કરવામાં આવી રહી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીઓને સ્વચ્છ રાખવા સ્વચ્છતા અભિયાન હેઠળ સાધનસામગ્રી ફાળવવામાં આવે છે કુપોષિત બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ ને પોષણયુક્ત આહાર માટે ની વાનગીઓ નાસ્તો અને ભોજન આપવાની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે પરંતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં મુખ્ય સેવિકા ઓ વહીવટી તંત્રની બેદરકારીના કારણે આંગણવાડીઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે પીવાના પાણીની સુવિધા નથી સરકાર દ્વારા અપાયેલા સાધનો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે શૌચાલયો બંધ હાલતમાં તેમજ જર્જરિત હાલતમાં છે. તેમજ કેટલીક વાલીઓની મુલાકાત દરમિયાન રસોડા માં ગંદકી જોવા મળી હતી તેમજ બાળકોને ભોજન બનાવવાનો અનાજમાં પણ જીવાતો ધાનેરા જોવા મળતા આશ્ચર્ય સર્જાયું હતું મુખ્ય સેવિકા ઓ ની દેખરેખ અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે નાના ભૂલકાઓને આરોગ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા આંગણવાડીઓમાં ઓચિંતી તપાસ કરાય તો અનેક ગંભીર બેદરકારી સામે આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આ બાબતે સંકલિત બાળ વિકાસ વિભાગ કચેરીમાં વાત કરતા તેઓએ જણાવ્યું કે મુખ્ય સેવિકાઓને સ્વચ્છતા બાબતે ધ્યાન રાખવાની વારંવાર સૂચના આપે છે છતાં કામગીરી કરતા નથી જેથી હવે તેઓને નોટિસ આપીશું.

error: Content is protected !!