
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
ફતેપુરા નગરમાં કુવારીકાઓ દ્વારા પાંચ દિવસ ઉપવાસ કરી સારા પતિ મેળવવા માટેની કામના કરે છે
ફતેપુરા નગરમાં બાગ બગીચા ઓ ના અભાવે હરવા ફરવા માટે કુંવારીકાઓને પડતી તકલીફ
ફતેપુરા તા.24
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કુવારીકાઓ દીકરીઓ દ્વારા પાંચ દિવસના ઉપવાસ કરીને ભગવાન શિવ અને પાર્વતીને રીઝવવાના પ્રયત્ન કરી સારા પતિ મેળવવા માટેની કામનાઓ કરે છે ગોરીવ્ ત ના આ પાવન અને પવિત્ર દિવસોમાં કામેશ્વર મહાદેવ મંદિરમાં કુવારીકા ઓ દીકરીઓ દ્વારા ભગવાન શિવ-પાર્વતીની પૂજા પાઠ કરે છે અને સારા પતિ મેળવવા માટેની મનોકામના કરી પાચ દિવસના ઉપવાસ કરે છે સવારથી મહાદેવ કામેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-પાઠ માટે ને લાઈ નો લાગી જાય છે નગરમાં એક પણ સ્થળ હરવા ફરવા માટે ના બાગ બગીચા ની સગવડ ના હોવાથી હરવા-ફરવાનું કોઈ સ્થળ નથી જેથી કુવારીકા ઓ દીકરીઓ દ્વારા મંદિરથી ઘરે અને ઘરેથી મંદિર પૂજા કર્યા પછી પરત ઘરે ફરવાનો વારો આવે છે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા નગરમાં બાગ બગીચા બનાવવા માટેનું પ્રયત્ન કરવાની તાતી જરૂરિયાત છે અને ભવિષ્યમાં નગરમાં આધુનિક બાગ બગીચો બને હરવા ફરવા માટે તાતી જરૂરિયાત છે