Tuesday, 16/04/2024
Dark Mode

સંતરામપુર નગરમાં તસ્કરો બેફામ :એક જ રાતમાં ત્રણ મંદિરોમાંથી હજારોની માલમત્તા પર હાથફેરો કરતા નગરમાં ભયનો માહોલ

સંતરામપુર નગરમાં તસ્કરો બેફામ :એક જ રાતમાં ત્રણ મંદિરોમાંથી હજારોની માલમત્તા પર હાથફેરો કરતા નગરમાં ભયનો માહોલ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુર નગરમાં તસ્કરો બેફામ, પોલીસની નાઈટ પટ્રોલિંગના ધજાગરા ઉડાવી  તસ્કરોએ એક સાથે ત્રણ મંદિરોને નિશાન બનાવી હજારોની માલમત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઇ જતા લોકોમાં પોલીસની નબળી કામગીરી સામે રોષની લાગણી 

સંતરામપુર તા. 12

સંતરામપુર નગરમાં એક જ રાતમાં ત્રણ મંદિરમાં ચોરીની ઘટના થી લોકો માં ભયના ઓથાર હેઠળ જીવન જીવવા મજબુર બન્યા છે સંતરામપુર નગરમાં પતાપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિર રાધાકૃષ્ણ મંદિર અને તેની બાજુમાં ભાથીજી મંદિર ત્રણે મંદિરમાં ચોરીના બનાવ બન્યા પ્રતાપપુરા વિસ્તારમાં મહાકાળી મંદિર માં અનોખી રીતે ચોરી કરી કાયદેસર રીતે મંદિરની દરવાજાનો ખોલીને દાનપેટીમાંથી ચોરી કરીને દાનપેટી ઉંધી કરીને અને ફરીથી મંદિરને દરવાજાને તાળું મારી દીધું રાધાકૃષ્ણ મંદિર પર તારું નતું તા નકુચો અને લોખંડનો પાટો તોડી નાખ્યો અને મંદિરની અંદર દાનપેટીમાંથી રકમ લઇ ગયા હતા અને બીજી અંદર સાધનસામગ્રી દીકરી નાખવામાં આવેલી હતી અવર અવર મંદિરમાં ચોરીની ઘટના બનતા સ્થાનિક ધર્મપ્રેમીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આવા ભરચક વિસ્તારમાં ચોરી થાય તે ચર્ચાનો વિષય બન્યો બીજી બાજુ મહાકાળી મંદિર ની બાજુમાં જરી હાલ મકાનોમાં કેટલાક ગેરકાયદેસર રીતે રહેતા હોય છે આવા સમયે પણ ચોરી થાય તે પણ ચર્ચાનો વિષય બન્યો આ રીતના જાહેર વિસ્તારોમાં જો ચોરી થતી હોય પોલીસની નિષ્કાળજી જોવાઈ રહી છે પ્રતાપપુરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા મુકાયા હતા તેમ છતાંય મંદિરમાં ચોરી થઈ ગઈ રાત્રે સમય પ્રતાપપુરા વિસ્તારમાં પેટ્રોલીંગના થવાના કારણે ચોરીના બનાવ બન્યા તેઓ ચર્ચાનો વિષય બન્યો સ્થાનિક વિસ્તારના સ્થાનિકોની માગ છે કે કે પોઇન્ટ મુકાય અને વારંવાર ચોરીના બનાવ ન બને તે માટે પોલીસે પોઇન્ટ મૂકવું જોઈએ અને આ ચોરી પાછળ કોનો હાથ છે તે ગંભીર તપાસ થાય તેવા સ્થાનિક રહીશો ઈચ્છી રહ્યા છે

error: Content is protected !!