ઇલ્યાસ શેખ @ સંતરામપુર
સંતરામપુર તા.10
સંતરામપુર નગરમાં આજરોજ ઈદ-એ-મિલાદના પર્વે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સવારથી જુમ્મા મસ્જિદ પાસે મુસ્લિમ બિરાદરો ભેગા મળીને એકબીજાને ઇદ-એ-મિલાદની મુબારક પાઠવી હતી અને જુલૂસ કાઢવામાં આવ્યું હતું આજરોજ તમામ મુસ્લિમ બિરાદરોને ભેગા મળીને નાત શરીફ પડતા પડતા જુલુસમાં જોડાયા હતા સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં જુમ્મા મસ્જિદ, હુસેની ચોક, સીભાઈ ચોક ટાવર રોડ ભોઈવાડા લુણાવાડા રોડ ગોધરા ભાગોળ દરેક વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવેલું હતું અને હર દેશ મે ગુંજે ગાયા રસુલલ્લાહ નારાથી સંતરામપુર નગર ગુંજી ઉઠ્યું હતું જૂલુસ દરમિયાન દરેક વિસ્તારોમાં ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવેલા હતા શાંતિપૂર્ણ માહોલમાં ઇદ-એ-મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જુમ્મા મસ્જીદના ઇમામે શાંતિ અમન માટે દુઆ પણ કરવા માટે જુમ્મા મસ્જિદ ના પ્રમુખ તથા અગ્રણીઓએ ઇદ-એ-મિલાદની કામગીરીમાં ભાગ લીધેલો અને અને જુલુસમાં ખડે પગે પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો તેમનું પણ આભાર વ્યક્ત કર્યો