Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં પ્રધાનમંત્રી  આવાસ યોજનામાં લાભાર્થીને સમયસર નાણાં ન ચૂકવાતા આવાસોની કામગીરી અકક્ષાએ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

સંતરામપુર નગરમાં પ્રધાનમંત્રી  આવાસ યોજનામાં લાભાર્થીને સમયસર નાણાં ન ચૂકવાતા આવાસોની કામગીરી અકક્ષાએ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં પ્રધાનમંત્રી  આવાસ યોજનામાં  સમયસર લાભાર્થીને રકમ ન ચૂકવાતા આવાસ ની કામગીરી અધૂરી, લાભાર્થીઓ દ્વારા અનેકો વાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં પરિણામ શૂન્ય સમયસર નાણાંની  ફાળવણીના થતા લાભાર્થીઓ નાછૂટકે ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર

સંતરામપુર તા.08

સંતરામપુર નગરમાં ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન આવાસ યોજના નગરના મધ્યમ વર્ગના તમામ લાભાર્થીઓને પોતાનું પાકું મકાન બને એવા હેતુથી નગરમાં વડાપ્રધાન આવાસ યોજનાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને આ કામગીરીમાં માત્ર ૯ મહિનાની સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હતી પણ કેટલાક સમયથી લાભાર્થીના ખાતામાં સમયસર નાણાં ચૂકવવાના આવતા નિર્માણાધીન આવાસોની કામગીરી અધુરી જોવા મળી રહી છે આના કારણે તમામ લાભાર્થીઓની ભાડાના મકાનમાં રહીને ખોટી રીતે ત્રણથી ચાર હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડતું હોય છે સંતરામપુર નગરમાં ટેકરી ફળિયા ભોઈવાડા મહુડી ફળિયા જુના તળાવ દરેક વિસ્તારોમાં હાલમાં લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોની  કામગીરી લઈને ચાલુ કરી હતી પણ સરકાર તરફથી મળતી રકમ સમયસર ન ચુકવતા આજે નિર્માણાધીન આવાસોની કામગીરી અટકેલી જોવા મળી રહી છે તમામ લાભાર્થીઓએ અરજદારોએ આ બાબતની મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટર સહિત વહીવટીતંત્રને લેખિતમાં રજૂઆત પણ કરી છે સમયસર નાણાં ન ચૂકવાતા તમામ લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે આ તમામ લાભાર્થીઓની માગણી છે કે સમયસર રકમ ચૂકવવામાં આવે જેથી અધૂરા પાડેલા આવાસોની કામગીરી પૂર્ણ કરી શકાય.

error: Content is protected !!