સંતરામપુર નગરમાં વાહનચાલકો આડેધડ વાહન પાર્ક કરતા ટ્રાફિક સમસ્યા વિકટ બની છે.સંતરામપુર નગરમાં કેટલાક સમયથી વાહનચાલકો પોતાનું વાહન રોડ ઉપર જ આડેધડ પાર્ક કરીને મૂકીને જતા રહેતા હોય છે જેના કારણે અન્ય વાહનચાલકો પસાર થતાં પસાર થવું અઘરું બનતું હોય છે આના કારણે ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે બેફામ રસ્તા ઉપર જ વાહન પાર્ક કરી દેતા ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે.સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં દિવસે દિવસે ટ્રાફિક બાબતની સમસ્યાઓ વધી જાય છે મુખ્ય રસ્તાના બસ સ્ટેન્ડ ચાર રસ્તા લુણાવાડા રોડ કોલેજ વિસ્તાર અને ખાસ કરીને જૈન મંદિર પાસે જ્યાં રોડ પર વાહન પાર્ક કરીને દેતા હોય છે સંતરામપુર નગરમાં ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક મૂકવા છતાં વાહનચાલકોને મુશ્કેલી પડતી હોય છે.