સંતરામપુર નગરમાં એક રાતમાં ચાર મકાનના તાળાં તૂટયાં, સંતરામપુર નગરમાં પ્રતાપપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં બંધ મકાનમાં એક જ સોસાયટીમાં ચાર મકાનોના તાળા તોડીને ચોરી કરી ફરાર વૃંદાવન સોસાયટીમાં રાત્રિના સમયે એક બાજુ લગ્ન ડીજે વાગે અને બીજી બાજુ ચોરીનો માહોલ જામ્યો હતો.એક જ રાતની અંદર તસ્કરોએ અલગ-અલગ મકાનમાં તાળા તોડી અંદર ઘૂસીને સાધનસામગ્રી ફેંદી નાખી હતી અને મકાનની અંદર ઘૂસીને તિજોરીનુ તાળુ તોડીને અલગ-અલગ મકાનમાં સોના-ચાંદીના દાગીના અમુક રકમ સાધનસામગ્રી લઈને ફરાર થઈ ગયા હતા આ રીતે વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં એક સાથે મકાનોમાં ચોરીની ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે એક સાથે ચાર મકાનમાં ચોરી થતાં જ સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળ્યા છે અને પોલીસ તંત્ર પર આરોપ લગાવ્યો કે કે અહીંયા અમારી સોસાયટીમાં કોઈપણ પ્રકારની પેટ્રોલિંગ કરવામાં આવતી નથી અને હોમગાર્ડ ચોકી કરતા જ નથી અને હોમગાડૅ અહીંયા આવતા નથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ચોરીના બનાવમાં મકાનમાલિકે આ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.